મિત્રો,સત્યમેવ જયતે કાર્યક્રમ દ્વારા આજે એક ખુબજ ગંભીર સમસ્યા વિશે નું દર્દનાક ચિત્ર આપણી સમક્ષ રજુ કરવામાં આવ્યું છે.જે છે "કન્યા ભૃણ-હત્યા".આપણાં ભારતીય સમાજ માટે આ એક ખુબજ શર્મજનક બાબત છે. આપણે પુત્ર-પ્રાપ્તિ ની ઘેલછા માં એટલી હદે આંધળા બની જઈએ છીએ કે એક દીકરી ને માતાની કુખ માં જ મોત ની ભેટ આપી દઈએ છીએ.અને આ પાપ કરવામાં ગરીબ અને નાના વર્ગ ના લોકો જ નહિ પરંતુ ભણેલા-ગણેલા અને સુખી-સમ્પન વર્ગ ના લોકો જે મોટા શહેરો માં રહે છે તે સૌથી આગળ છે.જે એક ખુબજ આશ્ચર્ય પમાડે તેવી વાત છે.આવો સૌ સાથે મળીને આવી માનસિકતાને નાબુદ કરવા પ્રયત્નો કરીએ. જંય હિન્દ.